પીડાની
પરાકાષ્ઠાએથી જે લખાયું હોય એ આપણી અંદર સળવળાટ ઊભો કર્યા વગર રહે નહીં. આવો જ એક
સળવળાટ ડેવિડ
ગોગીન્સની આત્મકથા ‘Can’t Hurt Me’ વાંચીને થયો. પુસ્તક કાયમ બહાના બતાવતા, આળસુ અને ફરિયાદ કરતાં લોકોના મોં પર તમાચો મારે છે!


ડેવિડ ગોગીન્સ એટલે શારીરિક ક્ષમતાઓની દ્રષ્ટીએ દુનિયાનો ૌથી શક્તિશાળી માણસ. એનો ૧૭ કલાકમાં ૪૦૩૦ પુશ-અપ કરવાનો રેકોર્ડ છે. આખી દુનિયામાં સૌથી શક્તિશાળી એવા આર્મી યુનિટ અમેરિકન નેવી સીલ્સમાં એણે
કામ કર્યું.
જ્યાં સુધી આપણે વ્યક્તિ નિર્માણની પ્રક્રિયામાં ઉતરતા નથી ત્યાં સુધી આપણને ખબર જ ન પડે કે ખરેખર એ
માણસ અહીં સુધી કેવી રીતે પહોંચી.

ડેવિડનું બાળપણ ખૂબ યાતનાભર્યું  રહ્યું. એના
પિતા દુનિયાના તમામ ખરાબ કામ કરતા
. જેમ કે દારૂ, વ્યભિચાર, જુગાર અને ડેવિડની માને એ રોજ મારતા. આ બધું જોનાર ડેવિડ માનસિક
રીતે એવો તો ડીપ્રેશનમાં આવી ગયો આઠ વર્ષના ડેવિડના વાળ ખરવા લાગેલા. ભણવામાં પણ
કઈ ગતાગમ પડે નહીં. કિશોરાવસ્થા સુધી તો ડેવિડને વાંચતા પણ નહોતું આવડતું. એટલે
નિશાળે બધાં જ એની ખીલ્લી ઉડાવે. વળી
, રંગભેદનો શિકાર તો રોજ બનવાનું.
અધૂરામાં પૂરું વજન ખૂબ વધારે એટલે લોકોને હસવાનું વધુ એક કારણ મળતું!

એક સવારે ડેવિડે ટીવીમાં અમેરિકન નેવી સીલ્સની તાલીમનો કાર્યક્રમ જોયો. એણે નક્કી કર્યું કે થઇ શકે, કાંતો હું મારી ભૂતકાળની યાતનાઓને યાદ કરી કરીને મરી જઉં અથવા તો ભવિષ્ય તરફ
મીંટ માંડું. દુનિયામાં સૌથી અઘરી આ તાલીમમાં જોડવા ત્રણ મહિનમાં ૧૦૦ પાઉન્ડ વજન ઉતાર્યો
અને એમાં પસંદગી પામ્યો.

સીલ્સ બાદ ડેવિડને એક જુદો રોમાંચ જાગ્યો કે મારી શારીરિક ક્ષમતાઓને પડકારે એવું બીજું શું છે? ૨૦૦૫માં એણે અલ્ટ્રા રનીંગ મેરાથોનમાં દુનિયાના સૌથી ગરમ પ્રદેશમાં ૧૩૫ માઈલ
દોડીને માત્ર ૩૮ કલાકમાં દોડ પૂરી કરી!
આટલી બધી શારીરિક તાકાત જે મનમાંથી
આવે છે એ એમ કહે છે, “જે તમને મારી ન નાખે એવી તમામ વસ્તુઓ જીતી શકાય.” આ બધામાંથી
જે પૈસા મળ્યા એ એણે અફઘાનીસ્તાન યુદ્ધમાં મરેલા પોતાના સાથી સૈનિકોના પરિવારોને
આપ્યા.

આટલી બધી સફળતા બાદ લોકો જ્યારે ડેવિડને સફળતાનું રહસ્ય પૂછે છે ત્યારે કહે છે કે જાત સાથે પ્રમાણિક બનીને બધાં શોર્ટ કટ બંધ કરો. ગમે તેટલી ટેલેન્ટ હશે પણ નિષ્ઠા નહીં હોય તો તમે પાંખ વગરના પક્ષી બની જશો.’ ડેવિડ ગોગીન્ગ્સ કહે છે કે આપણે ઓછી મહેનત કરીને આપણા માટે
નવી સમસ્યાઓ પેદા કરીએ છીએ
.એટલા માટે એ કહે છે કે પીડા જ શાશ્વત છે અને આપણે પીડાને સામે ચાલીને ભેટવી
જોઈએ. આપણને અંદરથી શાંતિનો અને અજવાળાનો માર્ગ બતાવે એવી વાત કરતા ડેવિડ કહે છે:
“Pain unlocks a secret doorway in the mind, one that leads to
both peak performance, and beautiful silence.”
આમાં રહેલ મૌન સૌન્દર્ય જ
અધ્યાત્મ છે
, હેં ને?

આ આત્મકથા નિયતિ સામે લડવાની અને જીતવાની માનવની અનોખી સંકલ્પશક્તિની એવી
દાસ્તાન છે જે આપણા જીવનના નાના-નાના પ્રશ્નો સામે ટકી રહેવા માટે વિચાર-ઇંધણ
પૂરું પાડે છે.  

*