[આ શાળાએ કેવું સુંદર ભાવાવરણ બનાવ્યું છે કે વાલી પોતાનું હૈયું ઠાલવી શકે…
05-07-23ના રોજ ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’માં વાલીઓ સાથે મસ્ત સંવાદ થયો!
શરુ દિવસે ૩૦૦ જેટલાં વાલીઓ બપોરે એક વાગ્યા સુધી રોકાય અને પ્રશ્નો પૂછે એ દર્શાવે છે કે આ બાલમંદિરયુ કેવું ગજબનું કામ કરે છે…!
એક રુદયસ્પર્શી ઘટના એવી બની કે બ્રેક દરમિયાન એક ભાઈ મળવા આવ્યા અને રડી પડ્યા…એમની વાત ખૂબ જ વાસ્તવિક હતી કે નોકરીને લીધે તેઓ પોતાની દીકરી માટે સમય ફાળવી શકતા નથી. પુરુષો જાહેરમાં ઓછું રડતા હોય છે પણ આ ભાઈ, શિક્ષકો, આચાર્ય અને મારાં જેવા બહારના વ્યક્તિ સામે નિખાલસતાથી પોતાની લાગણી કહી રહ્યાં હતા ત્યારે પણ મને એ જ વિચાર આવ્યો કે આ શાળાએ કેવું સુંદર ભાવાવરણ બનાવ્યું છે કે વાલી પોતાનું હૈયું ઠાલવી શકે…
‘દક્ષિણામૂર્તિ’ના પૂ. નાનાભાઈ, પૂ. ગિજુભાઈ, પૂ. મૂળશંકરભાઈને અને અત્યારના સંવાહકોને વંદન!]




Leave A Comment