“અરીસાની અંદરનો માણસ” મૂળ અમેરિકન કવિ ડેલ વીનબ્રોની રચના Man in the Glass
જાત સંઘર્ષ બાદ જ્યારે તમને કશુંક જોઈતું મળે,
અને દુનિયા તમને માથે ચડાવે
ત્યારે અરીસામાં જોઈને
એ માણસને પૂછવાનું કે ખરેખર એને શું કહેવાનું છે.
માતા-પિતા કે જીવનસાથીની માન્યતાનો ભાર વેંઢારવાનો નથી;
પણ જેની માન્યતા આખી જિંદગીને અડે છે,
એ માણસ તો અરીસાની અંદરથી તમને અનિમેષ તાકી રહ્યો છે.
એને એક ને જ રાજી રાખવાનો છે – બાકી બધા જાય તેલ લેવા!
કારણ કે છેક અંત સુધી એના સિવાય અન્ય કોઈ સાથે રહેવાનું છે ખરૂ?
જો તમે અરીસાની અંદરની વ્યક્તિને મિત્ર બનાવી શકો
તો તમે જીવનની સૌથી ખતરનાક અને અઘરી આંટી ઉકેલી માનો.
તમે આખી દુનિયાને મૂરખ બનાવીને વર્ષો કાઢી શકો;
ને વાહવાહી પણ મેળવી શકો.
પણ જો અરીસાની અંદરની વ્યક્તિને છેતરશો
તો આખરી ઘડીઓમાં ભારે હૈયું ને અસહ્ય આંસુઓનું ઇનામ નક્કી છે!
ભાવાનુવાદ ટપાલી: વિશાલ ભાદાણી
Leave A Comment