ન્યુરોલોજી સુખ મુખ્ય પાંચ સ્રોત જણાવે છે:

  1. સારી ઊંઘ
  2. લોકો વચ્ચે રહેવું
  3. અધ્યાત્મિક હોવું
  4. કસરત
  5. બીજાને મદદ કરવી

હવે આપણે એમ વિચારીએ કે શું આપણું
અત્યારનું (મેકોલે શિક્ષણ પ્રણાલીની આધુનિક આવૃત્તિ) આપણને ઉપરોક્ત તરફ લઇ જાય છે.
જો જવાબ ના હોય તો તેનાં કેટલાક ઘાતક પાસાઓ વિષે પણ વિચારીએ જેમ કે

1.   
વધુ તણાવ

2.   
વધુ એકલવાયું જીવન

3.   
સ્વ-મૂલ્યાંકનની ગેરહાજરીથી જન્મતી નકારાત્મકતા

4.   
સતત વધતી આળસ અને મેદસ્વીપણું

5.   
અન્યને છેતરવાની બીમારી 

કદાચ આ જ અર્થમાં જે. કૃષ્ણ મૂર્તિએ ૧૯૫૩માં કહેલું કે “આધુનિક શિક્ષણ
વિશ્વશાંતિમાં ખતરારૂપ છે.”
જો આપણું સાંપ્રત શિક્ષણ આવા
નાગરીકો પેદા કરતુ હોય તો સમાજમાં વ્યક્તિગત કે સામુહિક સુખાકારીની આશા રાખવી પોકળ
છે. એટલે જ આજે સમગ્ર વિશ્વમાં ચારેબાજુ
Sustainable Happinessની વાત થાય છે. ૨૦૦૪મા યુનેસ્કોએ આવા ટકાઉ સુખની વ્યાખ્યા કરતા કહ્યું છે કે,
“લોકો
, પ્રકૃતિ કે ભવિષ્યની
પેઢીઓનું શોષણ કર્યા વગર વ્યક્તિ
, સમુદાય, સમાજ અને વિશ્વના
સુખમાં વૃદ્ધિ કરે તેને સસ્ટેનેબલ હેપ્પીનેસ કહેવાય.” આપણી આસપાસ શાળા-કોલેજ કે
યુનિ.માં નજર કરીએ તો ખ્યાલ આવશે કે આપણે ભટકી ગયા છીએ!

શું આપણને ખબર છે કે આપણે શિક્ષણ દ્વારા કેવો સમાજ બનાવવા ઇચ્છીએ છીએ?
ઉદેશ્ય પ્રમાણે સાધનો અને પ્રક્રિયા યોજવા પડશે. એક જવાબ ગાંધીજીએ આપ્યો છે, “એક
એવો સમાજ રચવો જોઈએ કે જેમાં ન કોઈ દબાવનારા હોય કે ન કોઈ દબાયેલા હોય. જેમાં
સામાજિક
, સંસ્કૃતિ કે રાજકીય ભેદભાવ ન હોય,
રુકાવટ આવે તો સૌ સાથે મળીને દૂર કરતા હોય
, સહકાર અને પ્રેમ ત્યાં
ગૂંજતા હોય
, દ્વેષ-ઈર્ષા ત્યાં નિર્મૂળ થયા
હોય
, દરેકને વાજબી કામ અને દામ મળતા હોય, કોઈ કોઈને ખાંધ પર બેસી જ ન રહે.
આ સમાજમાં એક જ કાયદાઓ હોય અને તે પ્રેમ હોય
, આવો શોષણવિહીન, અહિંસક, ન્યાયી, સમાનતા,
બંધુતા
, કરુણા ધરાવતાં પ્રકૃતિ પ્રેમી અને
જાગૃત સમાજ માટેના સ્વસ્થ-સમતોલ દ્રષ્ટિવાન નાગરિક તૈયાર કરવાની અને સ્વરાજ્યની
ગંગા ગરીબના ઝૂંપડા સુધી અને હિન્દુસ્તાનના નાનામાં નાના ગ્રામવાસી સુધી
પહોંચાડનારી કેળવણી આપવી પડશે.”

આ જવાબ આજની ભાષામાં કહીએ તો Sustainable
Development Goals
ના
તમામ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે અને આર્થિક સ્થિરતા સાથે પ્રેમ અને બંધુત્વને
અગ્રીમતા આપવામાં આવી છે.

જેનાં મન અને હ્રદયમાં ભારતનું હીત
ધબકે છે તેવા સૌએ નઈ તાલીમનું દર્શન સમજવું
, પચાવવું અને પ્રાયોગિક
રીતે અપનાવવું રહ્યું! જે અંગ્રેજ શિક્ષણ પ્રણાલીએ (જૂની તાલીમ) ભારતમાં ગુલામ
માનસિકતાને જન્મ આપીને પોષી તેની સામે ગાંધીજીએ એક આયોજન બદ્ધ અને જેનાં મૂળ
પ્રાચીન ભારતીય પરંપરામાં હોય એવી એક શિક્ષણ પ્રણાલીને પ્રયોજી જેને આપણે નઈ તાલીમ
કહીએ છીએ. ગાંધીજીએ જેને દેશને પોતાની અંતિમ અને સર્વોત્તમ ભેટ ગણાવી હતી એ હતી નઈ
તાલીમ શિક્ષણ પ્રણાલી. દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમમાં પોતાના બાળકોના
શિક્ષણના પ્રયોગોથી શરુ થયેલી નઈ તાલીમ આજે વધુને વધુ પ્રસ્તુત અને વ્યાપક સ્તરે
અમલીકૃત થઇ રહી છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના ૯૦% તત્વો નઈ
તાલીમમાંથી જ છે!

નઈ તાલીમના નીચે આપેલાં મુખ્ય
ઉદેશ્યો જોઈશું તો ખ્યાલ આવશે કે નઈ તાલીમમાં શિક્ષણનું અખંડ દર્શન સમાયેલું છું.
નઈ તાલીમ દ્વારા:

  • સાર્વત્રિક શિક્ષણ (Education for
    all)
  • સ્વાવલંબન: અ) આર્થિક, બ) સામાજિક અને ૩) માનસિક (Self-reliance).   
  • ચારિત્ર ધડતર દ્વારા શરીર, મન અને આત્માનો સર્વાંગીણ વિકાસ સાધીને મનુષ્યત્વને
    ઉજાગર કરવું
    (Holistic) 
  • કલ્યાણકારી લોકોપયોગી સેવા અર્થે જ્ઞાન પ્રાપ્તિ (Service)

  • તમામ પ્રકારના દાસત્વમાંથી મૂકતી (Liberation)
  • સંસ્કૃતિનું જતન અને પ્રકૃતિનું સંરક્ષણ (Sustainability)
  • સત્ય અને અહિંસાનો તમામ ક્ષેત્રે અમલ – સ્વીકાર (Facts)
  • શ્રમિકો પ્રત્યે આદર અને અનુકંપા જન્માવવી (Empathy)
  • જીવતા જીવન સાથે શિક્ષણને જોડવું (Applied)
  • શાબ્દિક શિક્ષણને બદલે આનુભાવિક
    શિક્ષણ પણ ભાર (
    Experiential Learning 

શું આ બધું એક જગ્યાએ ખડકી દઈએ તો
‘નઈ તાલીમ’ થઇ જાય? ના. વિનોબાજી તો નઈ તાલીમને સુંદર રીતે સમજાવતા કહે છે કે, “નઈ
તાલીમ એક તંત્ર, નહીં વિચાર છે. તે શિક્ષણની પદ્ધતિ કે ટેકનીક નથી. એ તો વ્યાપક
શિક્ષણ વિચાર છે. નઈ તાલીમ માણસને શક્તિ, દ્રષ્ટિ અને કુશળતા બક્ષીને તેને
કલ્યાણકારી માર્ગે વાપરવાનું શીખવવા માંગે છે. નઈ તાલીમનું લક્ષ સાક્ષરતા ઉપરાંત
જીવનની સાર્થકતા સિદ્ધ કરવા ઉપર છે. નઈ તાલીમને ગાંધીજીએ તર્કશક્તિથી નહીં પણ
સ્વયં પ્રજ્ઞાથી જન્માવી છે. નઈ તાલીમ દ્વારા સુરાજ્યની સ્થાપના કરવાની હોવાથી
તેને જે તે કાળ સાથે અનુભવના આધારે નિત્ય બદલાવતા રહેવાની છે, માટે તો તાલીમની આગળ
નઈ વિશેષણ લગાડ્યું છે.”

વ્યાપક વ્યક્તિગત અને સમાજ ઘડતર
માટે નઈ તાલીમ શિક્ષણ વ્યવસ્થામાં નીચેના હાર્દરૂપ તત્વો અનિવાર્ય બને છે.

  

ઉપરોક્ત તમામ પાસાઓને આપણે સાંપ્રત
વૈશ્વિક પ્રવાહો અને શિક્ષણ ચિંતા સાથે જોડીને વિચારીશું તો ખ્યાલ આવશે કે નઈ
તાલીમમાં યુનેસ્કોના શિક્ષણના પાંચ સ્તંભોનો (૧૯૯૬) સમાવેશ પહેલેથી જ થયેલો છે.


નઈ તાલીમમાં શિક્ષક અને વિદ્યાર્થી
એક જ સંકુલમાં સાથે  રહે છે – જીવે છે. આ
સમૂહ જીવન નઈ તાલીમનું અભિન્ન અંગ છે કારણકે આ દર્શન એવું સ્પષ્ટ માનવામાં આવે છે
વૈધિક શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ એક-બીજા પાસેથી અને વિશાળ પરિવારમાંથી સહવાસ અને
સહકાર દ્વારા અવૈધિક રીતે શીખે છે. આ સમુદાય બધા જ તહેવારો સાથે ઉજવે છે. તદુપરાંત
પ્રત્યેક નઈ તાલીમ શાળા/કોલેજ કોઈને કોઈ ઉદ્યોગ સાથે શિક્ષણ આપે છે જેમાં મોટાભાગે
ખેતી-પશુપાલન અને ગ્રામોદ્યોગનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ ગણિત
,
વિજ્ઞાન
, ભાષા વગેરે ઔપચારિક વિષયોને
ઉદ્યોગો સાથે અનુબંધિત કરીને શીખે છે. ઉદાહરણ તરીકે
, ખેતરમાં બીજ વાવણીથી
માંડીને ખેત પેદાશના વેચાણ સુધીની તમામ પ્રક્રિયાઓ દરમિયાન ગણિત
,
વિજ્ઞાન
, વાણીજ્ય, ભાષા,
સહકાર
, અવલોકન, વગેરે કૌશલ્યો શીખે
છે. આ તમામ કામમાં વિદ્યાર્થીઓએ શરીર શ્રમ કરવાનો છે જે કોઈપણ રીતે મજૂરી નથી પણ
શૈક્ષણિક પ્રક્રિયા છે (
Activity-based learning). નઈ તાલીમમાં જેને ‘ઉત્પાદક શરીર
શ્રમ’ કહે છે. આજે ધીમે ધીમે આપણે સૌ શારીરિક કામ પ્રત્યે સુગ ધરાવતા થયા છીએ ત્યારે
વિદ્યાર્થીઓ ખેતરમાં કામ કરીને એક પાયાનું મૂલ્ય શીખે છે – શ્રમિકો પ્રત્યે
સાંત્વના. ખેતરમાં જે કંઈ પાકે છે તેમાંથી વિદ્યાર્થીઓના રસોડે જરૂરી સામગ્રી
પહોચે છે એટલે વિદ્યાર્થીઓને પોતે પકવેલ ધાન-શાકભાજી ખાવાની કંઇક ઔર જ મજા આવે છે.
છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ જાતે રસોઈ કરવાની છે
, કપડા ધોવાના છે,
શૌચાલયની સફાઈ કરવાની છે
, કાર્યક્રમો દરમિયાન સુશોભન અને
અન્ય વ્યસ્વથાઓ કરવાની છે. આમ
, તેઓમાં સ્વાવલંબનનો ગુણ વિકસે છે.

આ સંદર્ભમાં ગાંધીજી કહે છે કે,
“જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફૂલાશે નહીં અને ઝાડું આપશો
તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિમંત હશે. તેની એકપણ ક્રિયા
અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો
તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. આ
બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.”

સમૂહ જીવન અને ઉદ્યોગ સિવાય નઈ
તાલીમમાં અનુબંધનું આગવું મહત્વ છે. અનુબંધ એટલે જીવાતા જીવન સાથે શિક્ષણને
જોડાવું જ્યાં સુધી આપણે વ્યક્તિ
, સમાજ, દેશ,
સંસ્કૃતિએ અને પ્રકૃતિ સાથે શિક્ષણને જોડીશું નહીં ત્યાં સુધી એ માત્ર એક બૌધિક
વ્યાયામ જ બની રહેશે. એટલે નઈ તાલીમની શિક્ષણ પદ્ધત્તિ અનુબંધ પર ટકેલી છે.
સમાજમાં બનતી ઘટનાઓ અને પ્રક્રિયાઓને અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવે છે. દા.ત.,
કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ
, ત્સૂનામી, પૂર,
દુષ્કાળ, અતિવૃષ્ટિ વગેરેમાં નઈ તાલીમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રત્યક્ષ
સેવાકાર્ય કરવા માટે જાય છે. આમાં તેમની પ્રત્યક્ષ કેળવણી થાય છે અને સમાજ
પ્રત્યેની તેમની નિસ્બત વધુ પ્રબળ બને છે. આજે દેશમાં સૌથી મોટો પ્રશ્ન નાગરિકોની
ઓછી થઇ રહેલી સમાજ નિસ્બત છે ત્યારે મુખ્યધારામાં નઈ તાલીમમાં પાસાઓ મહત્તમ
પાસાઓને ઉમેરવા આવે તે વ્યાપક રાષ્ટ્ર માટે અનિવાર્ય છે.

નઈ તાલીમ સંસ્થામાં ખેતરમાં
ટ્રેક્ટર ચલાવતી વિદ્યાર્થીની જોવા મળે અને સુંદર ફૂલદાની સજાવતો વિદ્યાર્થી. આ
રીતે સાચા અર્થમાં
Gender Equityની કેળવણી થાય છે.

આનો અર્થ એ બિલકુલ નથી કે નઈ
તાલીમના વિદ્યાર્થીઓ કોઈ રીતે બૌધિક કૌશલ્યમાં પાછળ છે. નઈ તાલીમ જીવનને અખંડ
દ્રષ્ટીએ જુએ છે એટલે વિદ્યાર્થીઓ ‘સ્પેશ્યલાઇઝેશન’ને બદલે ‘જનરલાઈઝેશન’ પર વધુ
ભાર આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું નઈ તાલીમ શિક્ષણ પદ્ધતિમાં સ્નાતક કક્ષાએ અંગ્રેજી
સાહિત્ય
, જમીન વિજ્ઞાન અને ગ્રામિણ
અર્થશાસ્ત્ર સાથે ભણ્યો છે. આ ઉપરાંત
, જગતના ધર્મો,
પર્યાવરણ
, પશુપાલન, સાહિત્ય,
વ્યવસ્થાપન
, બાગાયત, વિસ્તરણ,
રાજનીતિ
, ઈતિહાસ જેવા અનેક વિષયો ભણ્યો છે
જેને આજે મલ્ટીડિસીપ્લીનરી સ્ટડી કહેવામાં આવે છે. મેં કોલેજ દરમિયાન ત્રણ
મહાનિબંધો (
Dissertations) લખ્યા
છે અને અનેક પ્રોજેક્ટ કર્યા છે. અનેક વખત સભા સંચાલન અને વક્તવ્યો આપ્યા છે. કુલ
મળીને ઉત્તમ બાબતો ઉત્તમ રીતે શીખવા માટે નઈ તાલીમ સમગ્ર શિક્ષણ જગતને પ્રેરણા અને
માર્ગદર્શન આપી શકે છે.

ઉપરોક્ત તમામ બાબતો તેનાં જીવંત
સ્વરૂપે જોવી-અનુભવવી હોય તો શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત અને શ્રી મનુભાઈ
પંચોલી દ્વારા સંવર્ધિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ જવું પડે જે આ વર્ષથી લોકભારતી
યુનિવર્સીટી ફોર રૂરલ ઇનોવેશન બની છે અને નઈ તાલીમને ૨૧મી સદીના રંગ-રૂપમાં ઢાળી
રહી છે.  

આજે હજારો સોશ્યલ મીડિયા વચ્ચે
માણસ એકલો પડ્યો છે
, બધી જ ભૌતિક સુખ સગવડતાઓ વચ્ચે
માણસ સુખી નથી
, ફાસ્ટ ફૂડ અને બેઠાડું જીવને
લગભગને એક અથવા બે નિયમિત દવાઓ ખાવા માટે મજબૂર કર્યા છે ત્યારે સામુહિક સ્તરે પણ
આતંકવાદ, ગ્લોબલ વોર્મિંગ અને ભ્રષ્ટાચાર જેવી બલાઓએ ભરડો લીધો છે. આમ વ્યક્તિગત
અને સામુહિક સ્તરે સુખાકારી મેળવવા માટેનો એક માત્ર પાસવર્ડ નઈ તાલીમ છે જેમાં ૧)
સારી ઊંઘ આવે એવું નિજાનંદી શિક્ષણ છે
, ૨) લોકોની વચ્ચે રહેવા માટે સમૂહ
જીવન છે
, ૩) અધ્યાત્મિક અનુભવ માટે
સ્વ-મૂલ્યાંકનની તક મળે છે
, ૪) ખેતરમાં શ્રમ દરમિયાન કસરત થાય
છે અને ૫) સામાજિક સેવાના પ્રસંગોએ બીજાને મદદ કર્યાનો સંતોષ મળે છે.

**