સાંભળો…સાંભળો…સાંભળો!

આખરે સરનામું મળી ગયું! તમને યાદ છે એક દેવીજી હતા જે લેખકો અને કવિઓનો હાથ
જાલીને એમની પાસે લખાવતા
? હા, જેની અત્યાર સુધી ભાળ મળતી નહોતી એ જ દેવીજી આખરે મળી ગયા
છે. એમનો કૃપાવાન હાથ હવે “હાથમાં” આવ્યો છે!

A.    
ઇટાલીમાં હમણાં એક જબરદસ્ત પ્રયોગ
થયો જેમા એક ડાન્સ શિક્ષકે વિદ્યાર્થીઓના શરીર પર સેન્સર લગાવીને તેમની વિવિધ
મુદ્રાઓ અને અંગભાંગિનીઓનો એક ડિજિટલ મેપ બનાવીને સોફ્ટવેર પાસે એને અનુરૂપ સંગીત
બનાવરાવ્યું! વળી ત્યાર બાદ
, એ સંગીતને આધારે નવો ડાન્સ
કોરિયોગ્રાફ કરવો હોય તો શું કરવું જોઈએ એનું માર્ગદર્શન પણ સોફ્ટવેર પાસેથી
લીધું. વાત હજુ અટકતી નથી. એ સંગીત અને કોરીઓગ્રાફીને આધારે ગીતના શબ્દો કેવા હોય
શકે એ પણ સોફ્ટવેરે કહ્યું! આપણે સમજીએ છીએ કે ડાન્સ કરવા માટે ડિજિટલ ટેક્નોલોજી
અનિવાર્ય નથી પણ આપણે કલ્પના કરીએ કે જો ડિજિટલ ટેક્નોલોજી ડાન્સને વધુ અસરકારક
અને સૌંદર્યમૂલક બનાવવામાં મદદ કરે તો
?


B.      યુનિવર્સીટી ઓફ એમ્સટ્રેડેમમાં સંશોધકોએ વીંચીના જગવિખ્યાત મોનાલીસાચિત્રના સ્મિતનું સોફ્ટવેર
એનાલિસિસ કરીને આપણને કહ્યું મોનાલિસાની અભિવ્યક્તિમાં ૮૩% પ્રસન્નતા
,
૯% ખિન્નતા, ૬% ભય, ૨% ગુસ્સો અને ૧% ભાવ શૂન્યતા છે.
ત્યાર બાદ આ સંશોધકોએ મેડિટેરિનિયન વારસો ધરાવતી ૧૦ મહિલાઓના ચહેરાઓનું સંયોજન
કરીને એક કોમન ચહેરો બનાવીને એમાં ઉપરયુક્ત ટકાવારી પ્રમાણે ભાવ-રોપણ કરીને એને
મોનાલીસા સાથે સરખાવ્યો. આ વાત છે ૨૦૦૫ની. હવે કલ્પના કરો કે વીંચીના તમામ ચિત્રો
,
એ સમયના અને એ પ્રકારના તમામ ચિત્રોનો ડેટા આ
સોફ્ટવેરમાં નાખવામાં આવે તો સોફ્ટવેર તદ્દન નવું જ પેઇન્ટિંગ બનાવી શકે તો
?
અને આજ બાબતને જરા જુદી રીતે વિચારીએ તો કોઈ ચિત્રકાર પોતાના અધૂરા ચિત્રને
પૂરું કરવા માટે તેને સોફ્ટવેર પર ચડાવીને અધૂરુંકામ સોફ્ટવેરના સલાહ-સૂચન પ્રમાણે
કરે તો
? ત્યાર બાદ તેની પ્રિન્ટ લઈને આર્ટ એક્ઝિબિશનમાં મૂકે તો આપણે એ ચિત્રને કેવી
રીતે જોઈશું
? અને જો આપણને આ ચિત્રના નિર્માણની ઉપરયુક્ત ભૂમિકા ખ્યાલ જ ન હોય
તો કેવી રીતે જોઈશું
?  



C.    
ટાયરન સધર્ન નામની અમેરિકન ગાયિકાએ
હમણાં “બ્રેક ફ્રી” નામનું એક ગીત રિલીઝ કર્યું
(ગીત સાંભળવા માટે: https://www.theverge.com/2017/8/27/16197196/taryn-southern-album-artificial-intelligence-interview)
જેનું સમગ્ર કમ્પોઝીશન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ
દ્વારા કરવામાં આવ્યું છે. આ માટે ટાયરને
Amper અને Magento જેવા અદ્યતન સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. જ્યારે ટાયરનને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં
આવ્યું કે ડિજિટલ ટેક્નોલોજી એક સાધન છે કે સહાયક
? ત્યારે એણે કે “આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ બહુ મોટી
સહાયક ટેક્નોલોજી છે જે મને મારી સર્જનાત્મકતાને પડકારવા અને સતત નવું શોધવા
પ્રેરે છે. મારો એના પર અંકુશ છે છતાં હું એને એક સ્વતંત્ર એકમ તરીકે જોઉં છું!

     Comes the Fiery Night: 2000 Haiku
by Man and Machine
એટલે એક એવો હાઈકુ સંગ્રહ જેમાં
માણસે અને સોફ્ટવેરે રચેલા ૨૦૦૦ હાઈકુ છે. વાચક માટે ચેલેન્જ એ છે કે આ
સંગ્રહમાંથી માણસ અને મશીન દ્વારા રચેલા હાઈકુને અલગ અલગ તારવવા. આ કામ કરીને
તમારે આ પુસ્તકના સર્જક એવા ડેવિડ કોપને મોકલવાના જેથી તમે કેટલા સાચા હાઈકુ શોધી
કાઢ્યા એનો આંકડો કહે. એક વાચકે ૨૨૧ હાઈકુ અલગ તારવીને કોપને મોકલ્યા અને કહ્યું
કે આ માણસે લખેલા છે. ત્યારે કોપે જવાબ આપતા કહ્યું આમાંથી માત્ર ૨૧ જ માણસના
છે! 

ટેક્નોલોજીની સર્જનાત્મક શક્તિઓને સ્વીકારવાની તૈયારી ગુમાવી બેસેલાસૌંદર્યસાધુઓને સમજાવવું ઘણું મુશ્કેલ છે કે અત્યારે સોફ્ટવેર નૃત્ય શીખવે છે, પેઇન્ટિંગ બનાવે છે, ગીત કમ્પોઝ અને કવિતા લખે છે! અને આવું જ શિલ્પ, સ્થાપત્ય, અને અન્ય કલાઓમાં પણ છે. આમ તો છેક ૧૯૩૫માં
વોલ્ટર બેન્જામિને એક નિબંધમાં
(The Work of Art in the Age of Mechanical Reproduction) આ ચર્ચાના મંડાણ કરેલા જેમાં એની ચિંતાનો
વિષય હતો કે શું ઔદ્યોગિક ટેક્નોલોજીનો ઉપયોગ કલાના નિર્માણમાં કરી શકાય
? અને કરીએ તો શું કલા
એનું સાતત્ય જાળવી શકે
? જોહ્ન કીટ્સે કહ્યું તેમ જો “સૌંદર્ય જોનારની આંખમાં” હોય તો એનાથી
કશો જ ફેર પડતો નથી કે કલાકૃતિનું સર્જન માણસે કર્યું છે
, મશીને કર્યું છે કે બંનેએ મળીને કર્યું છે. આખરે તો વાત સૌન્દર્યાનુભૂતિ થાય છે કે
નહીં ત્યાં આવીને ઉભી રહે છે.

બિગ બેંગની જેમ કૂદકેને ભૂસકે એક સાથે અનેક રીતે વિકસી રહેલી ટેક્નોલોજીએ જેમ
દરેક ક્ષેત્રમાં કામ કરનારને વધુ સશક્ત અને અસરકારક બનાવ્યા છે એમ કલાકારોને પણ
અભૂતપૂર્વ સામર્થ્ય આપ્યું છે. કોઈ કલાકૃતિ ગતિશીલ હોય શકે
,
તેનું સ્વરૂપ ભૌતિક ન પણ હોય, તેના એક કરતા વધુ અવતારો પણ હોય જે એક જ સમયે અનેક જગ્યાએ
દ્રશ્ય-શ્રાવ્યમાન હોય શકે
, તેના સર્જક માણસ,
સોફ્ટવેર અને ભાવક એમ ત્રણેય હોય શકે,
એવું આજે બની રહ્યું છે. ઉદાહરણ તરીકે અલ્ગોરિધમિક કે
ફ્રેક્ટલ આર્ટ.

ગણિતની મદદથી કોમ્પ્યુટરમાં કલાનિર્માણ થાય, ખાસ કરીને ચિત્ર, તેને અલ્ગોરિધમિક કે ફ્રેક્ટલ કહે છે. ચિત્ર સંયોજનના નાનામાં નાના પાસાઓને
એલ્ગોરિધમની મદદ વડે ગણીને
, આંકીને અને તાજી તરેહ નિર્માણ
કરવામાં આવે જેથી કલાત્મક ચિત્ર
/વિડીયો બનાવી શકાય છે. આ પ્રકારની કલામાં રહેલ સોફ્ટવેર-ગાણિતિક કૌશલ્ય એટલું
બધું બળકટ હોય છે કે માણસ ઈચ્છે તો પણ એટલું જીણું કાંતિ શકે નહીં. એક કલાકાર
તરીકે આમાં મજાની વાત એ છે કે એક પછી એક તરેહો અને સંયોજનોના કલા-સ્વરૂપો આખરી
ચિત્રમાં કેવા લાગશે એ અગાઉથી વિઝ્યુલાઇઝ કરી શકાય છે. આ પ્રકારના સોફ્ટવેરમાં
Electric Sheep, Fibonacci
word
, Mandelbulb,
Apophysis વગેરેનો સમાવેશ થાય છે. દુનિયાભરમાં આવી
ફ્રેક્ટલ આર્ટના એક્ઝિબિશન થાય છે અને પૉલ હેન્રી
, હમિદ નાડેરી અને
કાર્લોસ ગીઝબર્ગ જેવા આંતરાષ્ટ્રીય કલાકારો કામ કરે છે. વળી
, ચિત્રથી આગળ જઈને આ સોફ્ટવેર-ટેક્નિકનો ઉપયોગ કરીને બ્રુનો દેગાઝીઓ જેવા
સંગીતકારો નવું સંગીત બનાવે છે અને હોલીવુડની ફિલ્મોમાં નવા પ્રકારનું વાતાવરણ
દેખાડવા માટે ફ્રેક્ટલ આર્ટનો વ્યાવસાયિક ઉપયોગ પણ થઇ રહ્યો છે. આવું જ ડિજિટલ
ફોટોગ્રાફી
, ગ્રાફિક્સ, ઇન્ટેગ્રેટેડ
આર્ટ
, ડિજિટલ કૉલાજ, ડિજિટલ આર્ટ
ઈન્સ્ટોલેશન
, વગેરેનું છે.  

પ્રકૃતિમાં રહેલ વિજ્ઞાનને સમજવા ફિબોનાચી અંક
શ્રેણીની વાત કરવી
અહીંયા જરૂરી બને
છે. આપણા જાણીતા બ્રહ્માંડમાં રહેલી પ્રત્યેક વસ્તુ આ અંક-શ્રેણી પ્રમાણે રચાયેલી
છે.






















આ શ્રેણીને ગોલ્ડન રેશિઓ પણ કહે છે કારણકે તમે આ અંક શ્રેણીમાં આગળ કયો
અંક આવશે તેનું ચોક્કસ અનુમાન કરી શકો છો અને એટલે તેના આધારે જે નિર્ણય કરો તેના
પર તમારો અંકુશ પણ રાખી શકો. 
આનો અર્થ એમ થાય કે જો
પ્રકૃતિનો આ ગાણિતિક નિયમ પાણીને કોઈ કલાકાર પોતાની કૃતિનું સર્જન

કરે તો એ લોકોને વધુ અસર
કરશે જ એવું અનુમાન રાખી શકાય છે. આમ
, કલાના નિર્માણમાં
ઉપયોગમાં લેવામાં આવતું વિજ્ઞાન કલાકારને વધુ સશક્ત બનાવે છે અને કલાકૃતિને વધુ
સુંદર.
આ જ ગોલ્ડાન રેશીયોનો ઉપયોગ કરીને
ભૂતકાળથી લઈને આજ સુધી કલાકારોએ કેવી કમલ કરી છે તે નીચેના ચિત્રો સ્પષ્ટ કરી આપે
છે:





સૌંદર્ય પદારથ જે પિંડનો બનેલો છે એ પિંડના પ્રત્યેક અણું (પાર્ટિકલ્સ)નું
સ્વરૂપ
, સ્વભાવ અને શક્ય તેટલા સમાયોજનોનો
તાગ મેળવવાનું ડિજિટલ યુગમાં શક્ય બન્યું છે એટલે કલાના ક્ષેત્રમાં કામ કરનારાઓ
માટે અનેક સર્જનાત્મક અને વ્યાવસાયિક તકો ખૂલી છે. મૂળવાત એ છે કે માનવીય અભિવ્યક્તિની
અને કલાત્મક રજૂઆતની અત્યાર સુધી આપણને જેની કલ્પના જ નહોતી એ દિશાઓનો ઉઘાડ થયો છે
એટલે હવેની પેઢીઓનો સૌન્દર્યાનુભવ સાવ જુદો હોવાનો
.

કોઈપણ કલાકાર માટે મહદંશે બે પ્રશ્નો પાયાના હોય છે:
૧) મારી કલાને હું કેવી રીતે વધુ નક્કર બનાવી શકું અને ૨)  મારી કલાની સૌન્દર્યાનુભૂતિ ભાવકો વધુ સરસ કેવી
રીતે કરી શકે
? આમ મૂળભૂત રીતે મારી સૌંદર્ય
સર્જનની પ્રક્રિયા અને મારા ભાવકનું મન હું જેટલું ગહેરાઈથી જાણી શકું એટલું કામ
વધુ સારું થઇ શકે. અત્યાર સુધી આ પ્રશ્નોના જવાબમાં આપણી પાસે બે બાબતો હતી: સર્જન
પ્રક્રિયાની સમજણ માટે અંતઃપ્રેરણા અને ભાવકોના મન જાણવા માટે ભાવકોના/કલા
વિવેચકોના પ્રતિભાવો. પણ છેલ્લા ૧૦૦ વર્ષમાં આપણે એન્થ્રોપોલોજી
,
સાયકોલોજી, ન્યુરોલોજી, સોશ્યોલોજી અને કમ્પ્યુટર સાયન્સની
મદદ વડે માનવ મન
, મગજ અને હૃદય (આઈ મીન દિલ)ના
પારસ્પરિક આંદોલનો દ્વારા વ્યક્ત/અવ્યક્ત વર્તનોને
વધુ ઝીણવટથી ઓળખવા લાગ્યા છીએ. એટલે સૌન્દર્યાનુભૂતિનું
રહસ્ય સાવ ખૂલી ગયું છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી લાગતી. બ્રેઈન કમ્પ્યુટર
ઇન્ટરફેસ દ્વારા લિઓ નાર્દો દ વિંચીનું કોઈ ચિત્ર જોતી વખતે જોનારની આંખની કિકીના
નાજુક તરંગો
, રુધિરાભિસરણ આવતા ભરતી-ઓટ,
શ્વસનના આરોહ-અવરોહથી માંડીને મગજના ક્યા ચેતાકોષો
કેટલી તીવ્રતાથી પ્રેમ-ક્રીડા કરી રહ્યા છે એ બધું જ ક્ષણભરમાં માપી શકાય છે – અને
માપી શકાય એટલે
? What you can measure, you can manage and maneuver! એટલે કે એના પર આપનો અંકુશ આવે.

અત્યારે ફિલ્મ જગતમાં એક બહુ મોટી ક્રાંતિની શરૂઆત થઇ ગઈ છે. આપણે એક કલા
તરીકે ફિલ્મનો કેસ સ્ટડી લઇ રહ્યા છીએ. આવું પ્રત્યેક કલા અને તેની
સૌન્દર્યાનુભૂતિ માટે થઇ શકે. ૪૫૦ લોકોને એક થિએટરમાં બેસારીને એમને એક સસ્પેન્સ
ફિલ્મ બતાવવામાં આવી. ફિલ્મ જોતી વખતે
, એટલે કે એક કલાકૃતિનો અનુભવ કરતી વખતે, પ્રેક્ષકોના મગજમાં
કેવા આંદોલનો થતા હોય છે
, એમની લાગણીઓની તરેહો કઈ કઈ જગ્યાએ વધુ સક્રિય કે શિથિલ થઇ તેના અભ્યાસ માટે
પ્રત્યેક વ્યક્તિના માથા પર અમુક સેન્સર્સ જોડવામાં આવેલા. આ અભ્યાસ પરથી જે તારણો
આવ્યા એના આધારે ફિલ્મ નિર્માતાઓએ
, એટલે કે કલાકારોએ, ફિલ્મમાં કેટલાક ફેરફાર કર્યા જેનાથી ફિલ્મને જ્યારે વ્યાપાસ સમાજ માટે રિલીઝ
કરવામાં આવે ત્યારે ધાર્યું પરિણામ મળે. આમ સમજવા જેવી બાબત એ છે આજ દિન સુધી
કલાનો અનુભવ ભાવકના અંતર્જગત પર કેવો થાય છે એ માત્રને માત્ર ભાવકોના શાબ્દિક પ્રતિભાવો
પર નિર્ભર હતું. આજે પ્રથમ વખત એ શક્ય બન્યું છે કે ભાવકને પૂછીએ નહિ તો પણ એની
સૌન્દર્યાનુભૂતિને ટેક્નોલોજીની મદદથી જાણી શકાય. અલબત્ત
, આ પ્રક્રિયા દર વખતે
કરવાની જરૂર રહેતી નથી.   

ડિજિટલ માધ્યમ પર આવતા જ કલાનું વધુ લોક્શાહીકરણ થાય છે; દરેક પ્રકારના
પરંપરાગત ઈજારાઓ તૂટે છે. આવ વાત થાય છે ત્યારે કોઈને પણ પ્રશ્ન થાય કે ઈન્ટરનેટના
માધ્યમથી જ્યારે કોઈ કૃતિ જાણીતી (વાયરલ) થાય ત્યારે તેમાં છેડછાડની ઘટનાઓ ખૂબ બને
છે. એવા સંજોગોમાં કલાકારના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું શું
? ત્યારે એનો સીધો છતાં
ટેક્નોલોજીની દ્રષ્ટિએ અટપટો જવાબ
બ્લોક ચેઇન ટેક્નોલોજીછે જે ઓનલાઇન ફરીથી પ્રત્યેક કૃતિના સર્જકના અધિકારોનું રક્ષણ કરે છે.

સૌંદર્યનું સર્જન હોય
કે પછી ભાવક તરીકેનો સૌન્દર્યાનુભવ ટેક્નોલોજીએ અત્યાર સુધી અજ્ઞાત ગણાતા
કલા-વિશ્વને સમજવામાં મોટું છીંડું તો પાડ્યું છે.

આ બધી મેં નથી કરી પણ
કોઈ “દેવીજી” મારી પાસે કરાવીને કહેતા ગયા
#લિ. હું હમણાં અપલોડ કરું છું!!

   

*